સુનિતા વિલિયમ્સના અવકાશમાંથી પરત ફરવા પર ટ્રમ્પે કહ્યું, ' મેં જે વચન આવ્યું હતું,
સુનિતા વિલિયમ્સના અવકાશમાંથી પરત ફરવા પર ટ્રમ્પે કહ્યું, ' મેં જે વચન આવ્યું હતું, તે પાળ્યું'https://youtube.com/shorts/mcGOUZSLZ7c?si=aC0kusby3B1r9c1A
• સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી પરત ફર્યા
• સુનીતા વિલિયમ્સની વાપસી પર ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યુ
Donald Trump on sunita williams returns: અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 286 દિવસ બાદ અવકાશમાંથી પરત ફર્યા છે. આ બંને સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા ફ્લોરિડાના સમુદ્રમાં ઉતર્યા હતા. સુનીતા વિલિયમ્સની વાપસી પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મેં જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું છે.https://www.instagram.com/reel/DHXcuwJov1P/?igsh=MWt1cWtwaXRuMW01OQ==
મીડિયા સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, રાષ્ટ્રપતિ બન્યા પછી, જ્યારે હું ઓફિસમાં આવ્યો, ત્યારે મેં એલોન મસ્કને કહ્યું કે, આપણે તેમને (સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને) પાછા લાવવા પડશે. બિડેને તેમને છોડી દીધા છે. હવે તેઓ પાછા આવી ગયા છે. જ્યારે તે સ્વસ્થ થઈ જશે, ત્યારે તે ઓવલ ઓફિસ (રાષ્ટ્રપતિ કાર્યાલય) આવશે
સુનીતા વિલિયમ્સ અને વિલ્મોરની વાપસી પર વ્હાઇટ હાઉસે ટ્વિટર પર લખ્યું, જે વચન આપવામાં આવ્યું હતું તે પાળ્યું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 9 મહિના સુધી અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓને બચાવવાનું વચન આપ્યું હતું. આજે તેઓએ પૃથ્વી પર સુરક્ષિત ઉતરાણ કર્યું છે. એલોન મસ્ક, સ્પેસએક્સ અને નાસાનો આભાર.
Comments
Post a Comment