છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં લાલા નામના તાંત્રિકે પાંચ વર્ષની બાળકીની ગરદન કુહાડીથી કાપીને લોહી મંદિરમાં માતાજીને ધર્યું! કુમળી બાળકી તડફડતી રહી અને આ રાક્ષસ બાળકીને ભરખી ગયો!
“અરે રે.. સમાજમાંથી અંધશ્રદ્ધા ક્યારે જશે?” આટલું બોલીને સ્ક્રોલ કરી નાખજો બાકી આવું તો થતું જ રહેવાનું!
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં લાલા નામના તાંત્રિકે પાંચ વર્ષની બાળકીની ગરદન કુહાડીથી કાપીને લોહી મંદિરમાં માતાજીને ધર્યું! કુમળી બાળકી તડફડતી રહી અને આ રાક્ષસ બાળકીને ભરખી ગયો!
‘અંધશ્રદ્ધા’ વિષય ઉપર કઈ લખાય કે બોલાય એટલે નિરાશાવાદીઓ તરત બોલે, “ખાલી બોલવાથી કે લખવાથી કઈ ના થાય ગામડે,ગામડે જઈને લોકોને જાગૃત કરવા પડે”, “સમાજમાંથી અંધશ્રદ્ધાને કાઢવી એ વ્યર્થ પ્રયાસો છે!”, “શ્રદ્ધા-અંધશ્રધ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે જે લોકોને સમજાતી નથી!” તો લોકોને સમજાવોને યાર! વ્યર્થ તો વ્યર્થ, પ્રયાસ તો કરો.. કયા સુધી આ બધુ જોયા કરશો? ન કરે નારાયણ, તમારા ઘર સુધી આ બધુ પહોંચશે તો તમારા માટે કોણ બોલશે?
સુરતથી આજે (11 માર્ચ) બીજી ઘટના સામે આવી જેમા વિધિના બહાને ભરત કુંજડિયા નામના ભૂવાએ પોતાના જ પિતરાઇ ભાઈની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું! આવા ભૂવાઓને સ્પેસ મળે જ કેવી રીતે? સુરત દેશમાં સ્વચ્છ સિટીનો એવોર્ડ લાવે તો આ કચરો કેમ નીકળતો નથી?
આ ઘટના પહેલી નથી, અને છેલ્લી પણ નથી.. તમારા સબંધી કે મિત્રો કે પછી તમારો જ પરિવાર આ તાંત્રિકો કે આવી હલકી માનસિકતાનો શિકાર ન થાય એટલું ધ્યાન રાખજો!
Comments
Post a Comment