ગુજરાત ATS અને DRI આજે અમદાવાદના પાલડીમાં આવિષ્કાર એપાર્ટમેન્ટ પર રેડ પાડી હતી. જેમાં 95.5 કિલો સોનુ અને 70 લાખ રોકડ મળી આવ્યા હતા
પાલડીમાં મેઘ શાહના ફ્લેટમાં એજન્સીઓએ કરી કાર્યવાહી, થયા અનેક ખુલાસા
આજે અમદાવાદ શહેરમાં વધુ એક મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં ભાડે રહેતા મેઘ શાહના મકાનમાંથી મોટી માત્રામાં સોનું અને રોડક મળી આવી હતી. ત્યારે આ બાદ તેના પરિવારની વિગતો સામે આવી છે.https://www.instagram.com/reel/DHTv_bKtyk8/?igsh=MXZxbGJjOGtndmRzcA==
ગુજરાત ATS અને DRI આજે અમદાવાદના પાલડીમાં આવિષ્કાર એપાર્ટમેન્ટ પર રેડ પાડી હતી. જેમાં 95.5 કિલો સોનુ અને 70 લાખ રોકડ મળી આવ્યા હતા. ત્યારે આ ઘટનામાં મકાનમાં ભાડે રહેલા વ્યક્તિની વધારે માહિતી સામે આવી છે.
મળતી માહિતી અનુસાર ATS અને DRIની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં 95.5 કિલો સોનું અને 70 લાખની રોકડ મળી આવી હતી. ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતા મુંબઈના મેઘ શાહના ફ્લેટમાં સમગ્ર તપાસ કરવામાં આવી હતી. જેમાં મેઘ શાહની વિગતો જોવા જઇએ તો મુંબઈનો મોટો શેર દલાલ મેઘ મૂળ બનાસકાંઠાના જેતડા ગામનો વતની છે. મેઘ શાહની બહેન પમ્મી શાહ પણ આવિષ્કાર એપાર્ટમેન્ટમાં જ રહે છે. ત્યારે પહેલાં પમ્મી શાહના 403 નંબરના ફ્લેટમાં તપાસ કરવામાં આવી હતી.
આ બાદ મેઘ શાહના 104 નંબરના ફ્લેટમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ભાડાના ફ્લેટમાં લોકોની અવરજવર વધતા સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. શેર દલાલ મેઘ શાહે 104 નંબરનો ફ્લેટ ભાડે રાખ્યો હતો. ત્યારે સોનું કોનું અને ક્યાંથી આવ્યું તે અંગે એટીએસ અને ડીઆરઆઇએ તપાસ આદરી છે.
Comments
Post a Comment