સંજેલી તાલુકા પંચાયતમાં રેશનકાર્ડમાં આધાર સિડિંગ માટે લાંબી કતારો લાગી

 સંજેલી તાલુકા પંચાયતમાં રેશનકાર્ડમાં આધાર સિડિંગ માટે લાંબી કતારો લાગી

સંજેલી તાલુકા સેવા સદન ખાતે રેશનકાર્ડમાં આધાર સિડિંગ માટે રેશનકાર્ડ ધારકોના લાંબી લાઈનો લાગતા ટેબલોનો વધારો કરે તેવી માંગ ઉઠવા પામી છે.


સરકાર દ્વારા રેશન કાર્ડમાં તમામ નામ ધરાવતા કાર્ડ ધારકોના કોના નામમાં આધાર કાર્ડની સાથે સાથે લાઇવ ફોટા પણ જરૂરી બન્યા છે. જેને લઈને તાલુકા સેવા સદન ખાતે રેશનકાર્ડ ધારાકોમા લાંબી કતાર


જોવા મળતી હોય છે. જેને લઈને લોકોને ભારે હાલાકી ગોઠવી પડી રહી છે. એક તરફ ચોમાસાની સીઝનની શરૂઆત થઈ છે અને ખેડૂતો પોતાના ખેતરોમાં ખેડવા ઓરવા અને ધરુ સહિતની કામગીરીમાં વ્યસ્ત છે.સરકાર દ્વારા આવા સમયમાં જ રેશનકાર્ડમાં સીટીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગે નેટવર્કના પ્રોબ્લેમ છે. લોકો પાસે એન્ડ્રોઈડની સુવિધાઓ પણ નથી. આના કારણે હાલ પોતાની


ખેતીના કામમાં અને સમય તેમજ પૈસાનો વેડફાડ કરી અને ખેડૂતો પોતે તાલુકા પંચાયત ખાતે રેશનકાર્ડ શરૂ રાખવા માટે દરરોજના આટા ફેરવવા મારવા માટે મજબૂર બન્યા છે. વહેલી સવારથી જ સાંજ સુધી લાંબી લાઈનો લાગતી હોય છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી માટે વધુ ટેવલો ઊભા કરવામાં આવે જેથી લોકોને વધુ સમય બગાડવો ના પડે અને ઝડપથી કામગીરી થાય તેવી માંગ ઉઠવા પામી છે.

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર