ઝાલોદમાં ACBની સફળ ટ્રેપ: ઝાલોદ મનરેગા વિભાગનો ટેકનિકલ આસિસ્ટન્ટ રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપાયો, કામની મંજૂરી આપવા બદલ માગી હતી લાંચ

 ઝાલોદમાં ACBની સફળ ટ્રેપ: ઝાલોદ મનરેગા

વિભાગનો ટેકનિકલ આસિસ્ટન્ટ રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપાયો, કામની મંજૂરી આપવા બદલ માગી હતી લાંચ


દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા વિભાગમાં ફરજ બજાવતો ટેકનિકલ આસિસ્ટન્ટ રૂા.20 હજારની લાંચ લેતાં દાહોદ એસીબી પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ જતાં સમગ્ર દાહોદ જિલ્લા સરકારી આલમમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી.


ઝાલોદની તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા વિભાગમાં એક જાગૃત નાગરિક મનરેગા યોજનામા રોજગારી મેળવવા

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા વિભાગમાં ફરજ બજાવતો ટેકનિકલ આસિસ્ટન્ટ રૂા.20 હજારની લાંચ લેતાં દાહોદ એસીબી પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ જતાં સમગ્ર દાહોદ જિલ્લા સરકારી આલમમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી.


ઝાલોદની તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા વિભાગમાં એક જાગૃત નાગરિક મનરેગા યોજનામા રોજગારી મેળવવા માટે કામોની મંજુરી માટે ગયાં હતાં, મનરેગાના કામો મંજુર કરવા માટે મનરેગા વિભાગમાં ફરજ બજાવતો ટેકનિકલ આસિસ્ટન્ટ આશિષ વિનોદભાઈ લબાનાએ જાગૃત નાગરિક પાસેથી લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતો ન હોવાને કારણે તેણે એસીબી પોલીસનો સંપર્ક સાંધ્યો હતો. એસીબી પોલીસને જાણ થતાં એસીબી પોલીસે ઝાલોદ મનરેગા કચેરી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું અને જાગૃત નાગરિક પાસેથી મનરેગા યોજનાના ટેકનિકલ આસિસ્ટન્ટ આશિષ લબાના જાગૃત નાગરિક પાસેથી રૂા.20 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ સમાચાર વાયુવેગે ઝાલોદ તાલુકા પંચાયતમાં થતાં સરકારી કર્મચારીઓમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. આ સંબંધે એસીબી પોલીસે લાંચ લેતાં ઝડપાયેલ આશિષ લબાના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ

 ધરી છે.

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર