રાજકોટ અગ્નિકાંડમાં હવે ACB ની થઈ એન્ટ્રી, આવક કરતા વધુ સંપત્તિ અંગે થશે કાર્યવાહી, જાણો કારણ

 રાજકોટ અગ્નિકાંડમાં હવે ACB ની થઈ એન્ટ્રી, આવક કરતા વધુ સંપત્તિ અંગે થશે કાર્યવાહી, જાણો કારણ




રાજકોટ અગ્નિકાંડમાં ACB ની એન્ટ્રી થઈ છે. ગેમઝોનને જે અધિકારીઓએ મંજૂરી આપી તેઓની ભૂમિકાની તપાસ શરૂ કરાઇ છે. ગેમઝોન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યાર સુધીના જે અધિકારીઓ કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ છે તેઓની ભૂમિકાને સંપત્તિ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ACBના એડિશનલ ડાયરેકટર બિપિન આહિરેના નેતૃત્વ હેઠળ ACBની વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનને જે અધિકારીઓએ મંજૂરી આપી તેમની ભૂમિકાની તપાસ હવે એન્ટિ કરપ્શન બ્યુરો કરશે. ગેમઝોન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યાર સુધીના જે અધિકારીઓ કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ છે તેઓની ભૂમિકા અને સંપત્તિ અંગે શરૂ કરાઇ તપાસ.


ACBના એડિશનલ ડાયરેકટર બિપિન આહિરેના નેતૃત્વ હેઠળ ACBની વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. સિનિયર IAS અને IPS અધિકારીઓની ભૂમિકા અને સંપત્તિની પણ કરાશે તપાસ. સત્તાનો દુરુપયોગ અને આવક કરતા વધુ સંપત્તિ અંગે કેટલાક અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ થઈ શકે છે કાર્યવાહી.2 DYSP 4 PI નો વિશેષ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Acb ની ટીમોએ ગઈ કાલ થી તપાસ શરૂ કરી દીધી છે. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ પછી જવાબદાર અધિકારીઓની ભૂમિકા બાદ ACB દ્વારા કાર્યવાહી કરાઈ હતી, અનેક સરકારી બાબુઓને પ્રિવેંશન ઓફ કરપશન એક્ટ હેઠળ જેલમાં ધકેલયા હતા.





Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર