Dahod: દારુની ગાડી રોકવા ગયેલી પોલીસ ધોવાઇ, 15 બૂટલેગરોએ હથિયારથી હૂમલો કર્યો, ગાડી પણ સળગાવી
Dahod: દારુની ગાડી રોકવા ગયેલી પોલીસ ધોવાઇ, 15 બૂટલેગરોએ હથિયારથી હૂમલો કર્યો, ગાડી પણ સળગાવી
દાહોદમાં પોલીસ ટીમ જ્યારે ગાડી લઇને પેટ્રૉલિંગમાં નીકળી હતી તે દરમિયાન દારુ ભરેલી ગાડીને રોકતા માથાકૂટ થઇ હતી
દાહોદ, બૂટલેગરોનો પોલીસ પર હુમલો
સાગટાળાના કાળીયાકુવા રૉડ ઉપર બની હતી. અહીં 15 જેટલા લોકો મૉટર સાયકલ પર હથિયારો લઇને આવ્યા હતા, અને દારૂની ભરેલી ગાડી રોકવા જતી પોલીસની પેટ્રૉલિંગ ટીમની ગાડીને સળગાવી દીધી હતી. આ દરમિયાન બૂટલેગરોઓ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ પણ ફાયરીંગ કર્યુ હતુ, જોકે, અંતે આ 15 બૂટલેગરો ભાગી છૂટ્યા હતા.
Comments
Post a Comment