ખાખરો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે.
#ખાખરો
ખાખરો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે.
ખાખરાનો ઉપયોગ પ્રાચીન સમયથી અનેક જગ્યાએ થતો આવ્યો છે.પણ ખાખરાનો ઉપયોગ આદિવાસી સમાજ ડગલેને પગલે કરતો આવ્યો છે.તમને એ જાણીને નવાઈ લાગશે કે આદિવાસી સમાજમાં માનવીનાં જન્મથી મૃત્યુ સુધી ખાખરાનો ઉપયોગ થાય છે.તેમાં પણ ખાખરાનાં પાનનો તો વિશેષ ઉપયોગ થાય છે.
ખાખરાનાં પાનની બાજ બનાવવામાં આવે છે.જે હાલનાં સમયમાં વિસારાઈ ગઈ છે.હાલનાં સમયમાં જો પ્લાસ્ટિકની ડીશો કરતાં ખાખરાનાં પાનની બાજનો ઉપયોગ કરવામાં આવે તો એ પર્યાવરણ માટે ખૂબ જ હિતાવહ છે.જેનાંથી પ્રદૂષણમાં ધટાડો કરી શકાય છે.
ખાખરાનાં પાનમાં આદિવાસી સમાજનાં લોકો અનેક વાનગીઓ બનાવે છે. જેવી કે માછલી , માંસ તથા તેમાં અનેક વસ્તુઓને અથાતી કરવામાં છે. જેનાંથી ખાધ પદાર્થમાં અનેરો જ સ્વાદ ઉમેરાઈ જાય છે.અને વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય છે.
હોળી સમય પર ખાખરો સોળેકલાએ ખીલી ઉઠે છે. તેનાં ફૂલને કેસૂડાં તરીકે ઓળખવામાં આવે છે.કેસૂડાંમાંથી ઔષધિ પણ બનાવવામાં આવે છે.હોળીનાં સમયમાં ખાખરાનાં ફૂલનો રંગ પણ બનાવવામાં આવે છે.
આદિવાસી સમાજની જન્મ મરણની વિધિઓમાં ખાખરાનાં પાનનો વિશેષ ઉપયોગ થાય છે. આથી કહી શકાય કે ખાખરો ખરાં અર્થમાં આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે.
Comments
Post a Comment