ગુજરાત ATSની પોરબંદરમાં મોટી કાર્યવાહી, આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની ધરપકડ

 

ગુજરાત ATSની પોરબંદરમાં મોટી કાર્યવાહી, આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની ધરપકડ

આ ગુપ્ત ઓપરેશમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન

ગુજરાત ATSની ટીમ ગઈકાલથી જ પોરબંદરમાં ધામા નાખ્યા છે

ગુજરાત ATSએ પોરબંદરમાં મોટી કાર્યવાહી કરી છે. આ સૌથી મોટા ઓપરેશનમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની ધરપકડ કરવામાં આવી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ચારેય શખ્શો ISISના સક્રિય ગ્રુપના સભ્યો હોવાનું મનાઈ રહ્યુ છે. આ ઓપરેશન અંગે આજે પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી મળે એવી શક્યતા છે

ATSની ટીમે ડ્રગ્સનો મોટો જથ્થો લોકેટ કર્યો

આ મામલે ATS DIG દીપેન ભદ્ર સહિતના અધિકારીઓએ ગઈકાલથી પોરબંદરમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને આ ઓપરેશન પુરું પાડ્યું છે. ગુજરાત ATSની ટીમ ગઈકાલથી જ પોરબંદરમાં ધામા નાખ્યા છે. આ ગુપ્ત ઓપરેશમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. ગુજરાતમાં ATSએ પોરબંદરમાંથી 4 શખ્શોની ધરપકડ કરી છે આ શખ્શો આતંકી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યુ છે. આ સાથે જ ATSની ટીમે પોરબંદરમાં ડ્રગ્સનો મોટો જથ્થો લોકેટ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ ધરપકડ કરાયેલા શખ્શો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર ઓપરેશન અંગે જાહેરાત કરી શકે છે.




Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર