આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવની ઉજવણી કરાશે

આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ-2024 લુણાવાડાના ઇન્દિરા મેદાન ખાતે 6-7 ડીસેમ્બરે શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોરના અધ્યક્ષસ્થાને આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવની ઉજવણી કરાશે ભારત સરકાર દ્વારા 15 નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતિના દિવસને “જનજાતીય ગૌરવ દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. 15 નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતીના 150 વર્ષ પૂર્ણ થતા હોઈ તો તેની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે “આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ - 2024”નું રાજય સરકાર દ્વારા કાર્યક્રમ આયોજીત થનાર છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં 6 અને 7 ડીસેમ્બરના રોજ લુણાવાડા તાલુકાના ઇન્દિરા મેદાન ખાતે કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડરોના અધ્યક્ષ સ્થાને આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ – 2024ની ઉજવણી કરાશે અને ઇન્દિરા મેદાનથી પી.એન.પંડ્યા કોલેજ સુધી રેલી યોજાશે. આ મહોત્સવમાં મહીસાગર સહિત પંચમહાલ, દાહોદ, ખેડા અને આણંદ જિલ્લાના લોકો સહભાગી થશે. 6 ડિસેમ્બરના રોજ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરજીનો પરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. બે દિવસ ચાલનાર આદિવાસી જન ઉત્કર્ષ મ...