DAHOD : ચૂંટણી પહેલા અધૂરા ઓવરબ્રિજનું ઉતાવળિયું લોકાર્પણ

DAHOD : ચૂંટણી પહેલા અધૂરા ઓવરબ્રિજનું ઉતાવળિયું લોકાર્પણ DAHOD : દાહોદ (DAHOD) મધ્યપ્રદેશ (MADHYA PRADESH) ની સરહદે આવેલ જિલ્લો છે. ગુજરાત (GUJARAT) , મધ્યપ્રદેશ (MADHYA PRADESH) તેમજ રાજસ્થાન (RAJASTHAN) ત્રણેય રાજ્યની સરહદો દાહોદ જિલ્લા માં આવેલી છે. અને બંને રાજ્યો માથી લોકો ખરીદી તેમજ હોસ્પિટલના કામ અર્થે દાહોદ આવતા હોય છે. ત્યારે દાહોદ થી મધ્યપ્રદેશના મેઘનગર તરફ જતા રસ્તા ઉપર દાહોદના બોરડી નજીક રેલ્વે લાઇન પસાર થાય છે. અને દિલ્હી મુંબઈ મુખ્ય રેલ્વે લાઇન અહીથી પસાર થાય છે. જેને પગલે દિવસ ભર પેસેંજર ટ્રેન અને માલગાડીઓ ની અવરજવર પણ વધુ હોય છે. રૂ. 58 કરોડના ખર્ચે ઓવરબ્રિજ ની કામગીરી શરૂ થઇ ગુજરાત – મધ્યપ્રદેશ ના માર્ગ ઉપર બોરડી ખાતે રેલ્વે ફાટક વારંવાર બંધ થવાના કારણે 40 થી વધુ ગામ ના લોકો ને હલકી વેઠવી પડતી હોય છે. ઈમરજન્સી વખતે ફાટક બંધ હોય ટ્રાફિક જામ હોય તેના કારણે વાહનો અટવાઈ જાય છે. ત્યારે સમસ્યાના નિવારણ માટે 58 કરોડ ના ખર્ચે ઓવરબ્રિજ ની કામગીરી પણ શરૂ થઈ હતી. જે મહદઅંશે કામગીરી પૂર્ણ થવાના આરે હતી. લોકાર્પણના 20 દિવસ પછી પણ બ્રિજની કામગીરી ચાલુ તે દરમિયાન લોકસભા 2024 ન...