Posts

Showing posts from March, 2024

6 રૂપિયા વ્યાજ સાથે વસૂલવા નોટિસ: AMCની ટાર્ગેટ પૂરો કરવા આડેધડ નોટિસ, બાકી ટેક્સ ન ભરતા પાણી-ગટર કનેક્શન કાપવાની ચીમકી

Image
 લો બોલો... 6 રૂપિયા વ્યાજ સાથે વસૂલવા નોટિસ: AMCની ટાર્ગેટ પૂરો કરવા આડેધડ નોટિસ, બાકી ટેક્સ ન ભરતા પાણી-ગટર કનેક્શન કાપવાની ચીમકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા બાકી પ્રોપ્રટી ટેક્સ ધારકો પાસેથી ટેક્સ વસૂલાત માટેની સઘન ઝૂંબેશ ચાલી રહી છે. જેમાં બાકી બિલ ધારકોને નોટિસ ઉપરાંત સીલિંગ કાર્યવાહી કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગના કર્મચારીઓએ નારણપુરાના સરદાર પટેલનગરમાં એક મકાનનું વર્ષ 2023-24નું માત્ર 6 રૂપિયા બાકી બિલ ભરવા તેને છેલ્લી ચેતવણીની નોટિસ આપી દીધી હતી. જો કે, પાછળથી આ ભૂલ સમજાતા ટેક્સ વિભાગ દ્વાર નોટિસ પર લઇ લેવામાં આવી હતી. પરંતુ જે રીતે સીલિંગ અને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ હવે ટાર્ગેટ પૂરો કરવા આડેધડ નોટિસ ફટકારી રહ્યા છે. 6 રૂપિયા માટે છેલ્લી ચેતવણીની નોટિસ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જે પણ પ્રોપર્ટી ટેક્સ ધારકનું રૂપિયા 500 અને 1,000થી વધુનું બિલ બાકી હોય તેમને છેલ્લી ચેતવણી અને પાણી-ગટરનું કનેક્શન કાપવા સુધીની નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે....