IPS છો તો પાયાવિહોણા આક્ષેપવાળી ફરિયાદ પણ પોલીસ નોંધશે

IPS છો તો પાયાવિહોણા આક્ષેપવાળી ફરિયાદ પણ પોલીસ નોંધશે Gujarat ના છેવાડે આવેલા એક જિલ્લાના ટાઉનમાં પોલીસને પાયાવિહોણા આક્ષેપવાળી ફરિયાદ નોંધવાની ફરજ પડી છે. 14 દિવસ પહેલાં પોલીસે નોંધેલી એક FIR સંવેદનશીલના દાયરમાં ના મુકી અને તેનો લાભ ફરિયાદી તથા તેના પરિવારને મળી ગયો. તાજેતરમાં થયેલી ફરિયાદમાં ભોગ બનનારના કાકા IPS અધિકારી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય લોકોની સાચી ફરિયાદ નોંધવામાં નાટક કરનારી પોલીસ IPS ની દરમિયાનગીરીથી આનાકાની વિના નોંધી દે છે. ભલે ને તેમાં આડેધડ આરોપ લગાવાયા હોય. ગુજરાત પોલીસ (Gujarat Police) માં આ જ છે વાસ્તવિક સ્થિતિ. કેમ પોલીસ ભેખડે ભરાઈ ? : દાહોદ ટાઉન (Dahod Town) માં 14 દિવસ પહેલાં સગીરો વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ એક PI અને પોલીસ કર્મચારીઓને આરોપના કઠેડામાં ધકેલી દીધાં છે. એક ચર્ચા અનુસાર એક બાળકને ગંભીર રીતે માર મારનારા સગીર સામે ફરિયાદ થતી હતી ત્યારે ભલામણોનો વરસાદ વરસ્યો હતો. 108માં ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ મોકલવો પડે તેવી ઈજા થઈ હોવાથી તેના પિતાએ ફરિયાદ કરવાનું મન બનાવી લીધું હતું. ફરિયાદ રોકાવવા માટે ગુજરાતમાં ફરજ બજાવતા એક IPS અધિકારીએ પણ પોતાની...