અયોધ્યા શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા : રામલલાને આંખ ખોલતા જ બતાવાશે અરીસો, જાણો તેનું કારણ
અયોધ્યા શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા : રામલલાને આંખ ખોલતા જ બતાવાશે અરીસો, જાણો તેનું કારણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગર્ભગૃહમાં કુલ 121 પૂજારીઓ ઉપસ્થિત રહેશે, અભિજીત મુહૂર્તમાં વિધિ કરાશે Image Twitter અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે. સોમવારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ધૂમધામથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગર્ભગૃહમાં કુલ 121 પુજારીઓ ઉપસ્થિત રહેશે. હિન્દુ ધર્મ પરંપરામાં પ્રાણ પ્રતિષ્ઠા એક પવિત્ર અનુષ્ઠાન છે, જેમાં કોઈ મૂર્તિ અથવા પ્રતિમાની અંદર તે દેવતા અથવા દેવીનું આહ્વાન કરી પવિત્ર બનાવામાં આવે છે. 'પ્રાણ' શબ્દનો અર્થ છે જીવન, જ્યારે પ્રતિષ્ઠાનો અર્થ છે સ્થાપના. એવામાં પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ થાય છે, પ્રાણ શક્તિની સ્થાપના અથવા દેવતાને જીવંત સ્થાપિત કરવા. ભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. પ્રાણ પ્રતિષ્ઠા અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે આ પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે. 22 જાન્...